પટવાણની પ્રા.શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર.
રમેશ પટેલ/ સંજય હઠીલા
આજરોજ લીમખેડા તાલુકા ની પટવાણ પ્રાથમિક શાળામાં ધોરણ – 10 – 12 નાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. માર્ગદર્શન સેમીનારમાં ગામમાંથી હાલમાં જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેવા 15 જેટલા ભાઈ બહેનો હાજર રહ્યા હતા.બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે યોગ્ય માર્ગદર્શન માટે મેહુલભાઈ ચૌધરી,એસ.એમ.સી. શિક્ષણવિદ્ શ્રી શનુભાઈ ભુરીયા,શાળાનાં આચાર્યશ્રી નિલેશભાઈ પ્રજાપતિ દ્વારા વિવિધ ઉદાહરણોના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પધારેલ સૌ વિદ્યાર્થીઓને શાળાનાં શિક્ષકશ્રી ફતેસિંહ એસ બારીઆ દ્વારા એસાઈમેન્ટ તથા બોલપેનો આપવામાં આવી હતી. સાથે – સાથે શાળા પરિવાર તથા આમંત્રિત મહેમાનો દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર સૌ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરે તે માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર માર્ગદર્શન સેમીનારનું આયોજન શાળા પરિવાર પટવાણના સહયોગથી તથા સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી મેહુલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શાળાનાં શિક્ષક શ્રી ફતેસિંહ એસ બારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું