ખેડા નગરપાલિકામાં વેરો બાકી લેણદારોની મામલતદાર કચેરી ખાતે  બેઠક બોલાવી હતી.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ખેડામાં વહીવટદારે ચાર્જ સાંભળતાની સાથે વેરો ભરવામાં બાકી લેણદારોની મામલતદાર કચેરી ખાતે બેઠક બોલાવી હતી. જેમાં લેણદારો વેરો ભરવામાં નિષ્ફળ જતા તેમની મિલકતમાં બોજાની નોંધ પાડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ મામલતદારે જણાવ્યું હતું. ખેડા નગરપાલિકા માં શનિવારે વહીવટદાર તરીકે મામલતદાર અગર સિંહ ચૌહાણે ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકા ટીમે રૂ. ૨૫ હજારથી વધુ રકમના બાકી લેહણદારોને આખરી નોટિસ ઇસ્યુ કરી સોમવારના રોજ મામલતદાર કચેરી ખાતે બેઠક બોલાવી હતી. બેઠકમાં બાકી લેણદારો પાલિકા વેરો ભરવામાં નિષ્ફળ રહેશે તે મિલકતમાં બોજાની નોંધ પાડવાની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મામલતદારે જણાવ્યું હતું. વહીવટદારની નિમણુંકના પ્રથમ દિવસે રૂ.પાંચ લાખ ઉપરાંતની વેરા વસુલાતને પગલે પાલિકા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મામલતદાર અગરસિંહ ચૌહાણે શનિવારે ચાર્જ સંભાળતાની સાથે પાલિકા ટીમએ વેરા બાકીદારોની આખરી નોટિસ ઇસ્યુ કરતા બેઠક અગાઉ કેટલાક નાગરિકો એ વેરાની અમુક રકમ ભરપાઈ કરી દીધી હતી. તથા નોટિસ ફાટકારવામાં આવેલ તમામ લેણદારો એ આગામી તારીખ ૩૧ માર્ચ સુધીમાં તમામ વેરો ભરપાઈ કરવાની બાંયધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: