નડિયાદ રેલવે સ્ટેશન પર અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ રેલવે સ્ટેશન પર અસલી પોલીસે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલ નકલી પોલીસને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ રેલવે પોલીસને  બપોરના સમયે ટેલિફોનથી જાણ થઈ હતી કે આણંદ અને નડિયાદ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં પોલીસ જેવો યુનિફોર્મ પહેરી ફરતો એક ઈસમ પેસેન્જરને ચેક કરે છે જેથી આ ઈસમની પોલીસે વોચ રાખી હતી.‌ નડિયાદ રેલવે પોલીસની ટીમ ગઈકાલે બપો૨ના સમયે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ૫૨ પેટ્રોલીંગમાં હતી. આ સમયે પ્લેટફોર્મ નંબર બે પર આવી પહોંચેલ અમદાવાદ તરફ જતા ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલ પોલીસ જેવો યુનિફોર્મ પહેરેલ એક ઈસમ લેટફોર્મ પર ચાલતો જતો હતો તેને પોલીસે પૂછપરછ કરતાં  તેણે પોતે અમદાવાદ રેલવે પોલીસમાં નોકરી કરતો યુવરાજ બનુભાઈજાડેજા  હોવાની ઓળખ આપી હતી. પોલીસે તેની પાસે આઈકાર્ડ માંગતા તેણે આઈકાર્ડ ઘરે રહી ગયું હોવાનું જણાવ્યું. જેથી પોલીસ શંકાના આધારે તેને પોલીસ મથકે લઈ ગઈ હતી અને અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક સાધતા યુવરાજ જાડેજા નામનો કોઈ કર્મચારી ફ૨જ બજાવતો ન હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન પોલીસે ઈસમની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ નરેન્દ્ર ખુમારભાઈજાડેજા (હાલ રહે. ચુડા સુરેન્દ્રનગર, મૂળ રહે. ખીજડીયા, તા. કાગવડ, જિ. જામનગર) હોવાની માહિતી આપી હતી. દરમ્યાન નડિયાદ રેલવે પોલીસે આ મામલે તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!