નડિયાદના આખડોલ ગામના યુવાનને ગુગલ પર નંબર શોધવો ભારે પડ્યો છે.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
પી.એમ. કિશાન સહાય યોજનાના હપ્તા જમા ન થતાં ગુગલ સર્ચ એન્જિન મારફતે કોન્ટેક્ટ નંબર મેળવતા ગઠીયાના સંકજામા આવી ગયા હતા અને કુલ રૂપિયા ૬ હજાર ૯૨૯ રૂપિયા ગઠીયાએ યુવાનની જાણ બહાર ઉપાડી લીધા હતા. આ સમગ્ર બનાવ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના આખડોલ ગામે દૂધની ડેરી પાછળ રહેતા મુકેશભાઈ લક્ષ્મણભાઇ બારૈયા તેમના પિતા લક્ષ્મણભાઈ સોમાભાઈ બારૈયા જે ખેડૂત છે. પીએમ કિસાન સહાય યોજના અંતર્ગત દર ૪ મહિને રૂપિયા ૨ હજાર લક્ષ્મણભાઈના ખાતામાં જમા થાય છે. ગત ૭મી માર્ચના રોજ આ લક્ષ્મણભાઈએ પોતાના દીકરાને જણાવ્યું હતું કે મારા ખાતામાં પીએમ કિસાન સહાય યોજના અંતર્ગત છેલ્લા બે હપ્તાના પૈસા જમા થયેલ નથી. જેથી આ મુકેશભાઈએ ગુગલ પર પીએમ કિસાન સહાય યોજનાનો કોન્ટેક નંબર શોધતા અને તેમાં દર્શાવેલ ફોન નંબર પર સંપર્ક કર્યો આને સામેથી હિન્દી ભાષામાં બોલતા વ્યક્તિએ આ યોજનાના બાકીના હપ્તા જમા થઈ જશે તેવો વિશ્વાસ અપાવી મોબાઈલ ફોન ઉપર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. મુકેશભાઈએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. ત્યારબાદ ગુગલ પે મારફતે પે યુપીઆઈમા પોતાનો સેલ નંબર ગઠીયાએ નખાવ્યો હતો. અને ગણતરીની મિનિટોમાં જ મુકેશભાઈની જાણ બહાર તેમના પિતાના ખાતામાંથી ત્રણ ટ્રાજેન્કશન મારફતે કુલ રૂપિયા ૬ હજાર ૯૨૯ ઉપાડી લીધા હતા. મુકેશભાઈને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાનો જાણ થતાં આ મામલે આજે તેઓએ અજાણ્યા બે મોબાઇલ ધારકો સામે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.