હલદવઆસ ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે  બાઇક સવારનુ મોત

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

અમદાવાદમાં રહેતા અને મુળ કઠલાલ તાલુકાના છલજીની મુવાડી ગામે રહેતા વ્યક્તિનુ કઠલાલ પાસે અકસ્માતમાં મોત નિપજ્યું છે. મોટરસાયકલ પર જઈ રહેલા ઈસમને અજાણ્યા વાહનની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે પાછળ બેઠેલ ૧૪ વર્ષિય બાળાને ઈજાઓ પહોંચી છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમા ફરિયાદ નોંધાઈ  છે. અમદાવાદના ઓઢવ ખાતે રહેતા અને મુળ કઠલાલ તાલુકાના છલજીના મુવાડીના ૪૧ વર્ષિય શંકરભાઈ ચંદુભાઈ રાઠોડ ગઇ કાલે પોતાનું મોટરસાયકલ પર પોતાના ઉપરોક્ત ગામે લગ્નમાં આવ્યા હતા. લગ્નમાંથી પરત ફરતા  મોડી સાંજે તેઓ પોતાનુ મોટરસાયકલ પર  નાના ભાઈની દીકરી નીશાબેન ઉ.વ.૧૪ ને બેસાડી અમદાવાદ જઈ રહ્યા હતા.તે દરમિયાન કઠલાલના અમદાવાદ હાઈવે પર હલધરવાસ ચોકડી નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કર મોટરસાયકલને વાગતા શંકરભાઈ રાઠોડ તથા પાછળ બેઠેલ બાળા રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ આ ટક્કર મારનાર વાહનચાલક ત્યાંથી નાસી ગયો  હતો. પટકાયેલા શંકરભાઈને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે નીશાબેનને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેથી તેણીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે બળદેવભાઈ ભવાનભાઈ રાઠોડે કઠલાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: