નડિયાદ નગરપાલિકાની સ્કૂલ ખાતે ફાર્મસી ફેકલ્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી, યુનિવર્સિટી વુમન સેલ અને ડો. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી તારીખ ૧૦ માર્ચ ના દિવસે એસોસિએશન ઓફ ફાર્માસ્યુટિકલ ટીચર્સ ઓફ ઇન્ડિયા ના સહયોગથી અમદાવાદી બજારમાં આવેલી નગરપાલિકાની સ્કૂલ નંબર-૬ માં કરવામાં આવી જેમાં ૫૦ વિદ્યાર્થીનીઓ એ ભાગ
લીધો હતો. આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિષે માહિતી પૂરી પાડવી અને સેનેટરી પેડ આપવાનો હતો. ડો.એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ રિસેર્ચ માં ફરજ બજાવતા ડો. અલ્કાબેન દવે એ વિદ્યાર્થીનીઓ ને શરીર ને સ્વસ્થ રાખવાના સિદ્ધાંતો, સંપૂર્ણ આહાર નું જીવન માં મહત્વ અને મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિષે માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે
ઈન્દુકાકા ઈપ્કોવાલા કોલેજ ઓફ ફાર્મસી ના વડા ડો. હાર્ષાબેન પટેલ તેમજ નગરપાલિકા સ્કૂલ ના વડા ગીતાબેન વાટલિયા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન વુમન સેલ, ફેકલ્ટી ઓફ ફાર્મસી દ્વારા કરવામાં આવ્યું હતું.

