સીમલીયા બુઝર્ગ ગામની વિદ્યાર્થિનીએ કડી ખાતે હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
રિપોટર -વનરાજ ભૂરીયા – ગરબાડા
સીમલીયા બુઝર્ગ ગામની વિદ્યાર્થિનીએ કડી ખાતે હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા સીમલીયા બુઝર્ગ ગામના ડાંગી ફળિયા રહેવાસી છાયાબેન નારણભાઈ ડાંગી એ મહેસાણા જિલ્લાના કડી ખાતે એન્જિનિયરિંગ ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી જેને ગતરોજ હોસ્ટેલમાં અચાનક ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થીનીના પરીવાર તેમજ ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો. કડી ગામે અભ્યાસ કરતી છાયાબેને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હાલ જાણી શકાયું નથી.આ ઘટના અંગે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ તથા પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીના મૃતદેહને અંતિમ સંસ્કાર ખાતે તેના વતન ખાતે લાવવામાં આવ્યો હતો.