આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ॰

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

નડિયાદ: ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીના અધ્યક્ષ સ્થાને તા.૧૨ માર્ચ ૨૦૨૩, રવિવારના રોજ ૧૦ કલાકે કલેકટર કચેરી ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડા જિલ્લાનાં ન્યુનતમ જરૂરીયાતના ખૂટતા કડીરૂપ સામૂહિક વિકાસના પાયાની સુવિધાવાળા કામો હાથ ધરવામાં આવનાર છે. પ્રભારી મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા સંલગ્ન અધિકારીઓને આવનાર સમયમાં ૧૦૦% નહિ પણ ૧૨૫% કામગીરી કરવાની તૈયારી રાખી બાકી કામો અંગે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં મંજૂર તેમજ નામંજૂર થયેલ કામગીરીની સમીક્ષા કરતા તેઓએ જણાવ્યું કે જિલ્લાના છેવાડાના માણસની ચિંતા કરી યોગ્ય ધારાધોરણ પ્રમાણે કામો ઝડપથી પૂર્ણ કરવું એ આપણી જવાબદારી છે. વધુમાં મંત્રીએ લોકશાહીની બે પાંખો એટલે કે ચૂંટાયેલા પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સંકલિત થઈ કામ કરે તો જ ખરા અર્થમાં લોક હિતનું કામ થાય  તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જુદી જુદી યોજનાઓ હેઠળ કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ તાલુકાકક્ષા સામાન્ય યોજનામાં રૂા.૧૦૦૮.૭૫ લાખનાં ૯૫૧ કામો, તાલુકાકક્ષા અનુ.જાતિ યોજનાનાં રૂા.૭૮.૦૦ લાખનાં ૬૩ કામો, નગરપાલીકા વિવેકાધીન યોજનાનાં રૂા.૨૮૯.૪૫ લાખનાં ૬૭ કામો, ખાસ પછાત ભાલ વિસ્તાર યોજનાનાં રૂા.૯.૦૦ લાખનાં ૮ કામો, જિલ્લાકક્ષા યોજનાનાં રૂા.૧૬૫.૨૦ લાખનાં ૩૫ કામો અને પ% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂા.૩૫.૦૦ લાખનાં ૩૮ કામો એમ બધી જ યોજનાઓનાં મળીને કૂલ રૂા.૧૬૨૦.૪૦ લાખનાં ૧૨૦૦ કામો મંજુર કરવામાં આવ્યા. જેમાં સદર વાઇઝ સી.સી.રસ્તાનાં રૂા.૧૬૬.૪૦ લાખનાં ૧૬૩ કામો, પેવર બ્લોકનાં રૂા.૨૦૩.૭૮ લાખનાં ૨૧૫ કામો, પાણી પુરવઠાનાં રૂા.૪૬૨.૫૩ લાખનાં ૪૫૫ કામો, ગટર વ્યવસ્થાનાં રૂા.૩૪૩.૯૧ લાખનાં ૧૯૩ કામો, વિજળીકરણનાં રૂા.૨૬.૬૫ લાખનાં ૨૨ કામો અને સ્થાનિક વિકાસનાં રૂા.૨૩૮.૯૩ લાખનાં ૮૫ કામો મંજુર કરવામાં આવ્યા. ખેડા જિલ્લાનાં SDG (Sustainable Development Goal) અને વિલેજ પ્રોફાઇલ ગેપ એનાલીસીસ હેઠળ પોષણ સદર હેઠળ રૂ.૧૦૩.૯૦ લાખનાં ખર્ચે કૂલ ૧૦ નવી આંગણવાડીઓના બાંધકામ, ર આંગણવાડીમાં શૌચાલય અને ૧ આંગણવાડીની કમ્પાઉન્ડવોલ તથા શિક્ષણ સદર હેઠળ રૂા.૩૯.૩૦ લાખનાં ખર્ચે કૂલ ૧૬ પ્રાથમિક શાળાઓમાં માળખાગત સુવિધાનાં કામો તથા રૂ.૧૪ લાખનાં ર કામો સ્થાનિક વિકાસના અને જિલ્લાકક્ષામાં અનુ.જાતિ યોજના હેઠળ રૂ. ૬ લાખના ૩ કામો પેવર બ્લોક અને રૂ .૨ લાખનું ૧ કામ સ્થાનિક વિકાસનાં એક કુલ જિલ્લા કક્ષામાં રૂ.૧૬૫.૨૦ના ૩૫ કામો મંજુર કરવામાં આવ્યા. આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય  અર્જુનસિંહ ચૌહાણ, ઠાસરા ધારાસભ્ય  યોગેન્દ્ર પરમાર, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશ પટેલ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ મતી નયનાબેન પટેલ, અધિક નિવાસી કલેકટર અને કલેક્ટર (ઈ.ચા.)  બી. એસ. પટેલ, ડીઆરડીએ ડાયરેક્ટર અને ડીડીઓ (ઈ.ચા.)  પી. આર. રાણા, જિલ્લા આયોજન અધિકારી  વિનોદ પ્રજાપતિ  તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!