છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યું.
ગગન સોની

દાહોદ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા સારૂં દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ હાલ કામીગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારનો નાસતો ફરતો અપહરણના ગુન્હાનો આરોપી રાહુલભાઈ ચંદુભાઈ ભુરીયા (રહે. બાર, તા. લીમખેડા, જિ.દાહોદ) નો અમ્બા ચોકડી પર હોવાની બાતમી મળતાં એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત આરોપીને અમ્બા ચોકડી પરથી ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

