કપડવંજ તાલુકામાં પતિ દારૂ પીને પત્નીને મારમારતા પોલીસ ફરીયાદ.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
દારૂની લતે ચઢેલા યુવાને પોતાની પત્ની પર અસહ્ય દમન અને ત્રાસ ગુજારતા પીડીતાએ કંટાળી પોલીસનો સહારો લીધો છે અને પોતાના પતિ સામે કાયદાકીય પગલા ભર્યા છે. આ મામલે કપડવંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ તાલુકાના રહેતી ૩૩ વર્ષિય યુવતી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેણીએ વર્ષ ૨૦૦૪મા સમાજના રીતી રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. છેલ્લા ૧૦ વર્ષથી આ શિક્ષિકા યુવતીનો પતિ દારૂની લતે ચઢી ગયો હતો. અવારનવાર દારૂ પીને ઘરે આવી પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો. પત્ની દારૂ નહીં પીવા સમજાવતાં પતિ તેણીની સાથે ઝઘડો કરી મારઝુડ કરતો હતો. સમાજમાં તેમજ સગા વાલાઓમાં ખરાબ છાપ પડે તે હેતુથી પરિણીત શિક્ષિકા આ તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી. ૭ વર્ષના બાળકના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા આ બાબતે પરિણીતાએ તેના માવતરને જાણ કરતા તેના માવતર પણ ભવિષ્યમાં બધુ ઠીક થઈ જશે તેવુ આશ્વાસન આપતાં અને તેણીના પતિને સમજાવતાં હતાં. ૧૧ માર્ચના રોજ ભર બપોરે તેણીનો પતિ દારૂ પીધેલી હાલતમાં ઘરે હતો. પરણીતા શાળાએથી નોકરી પૂર્ણ કરી ઘરે આવતાં તેણીની સાથે તેના પતિએ ઝઘડો કર્યો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા તેના પતિ તેણીને માર મારવા માટે પણ ફરી વળ્યો હતો. ગડદાપાટુનો માર મારતા ઈજાઓ પહોંચી હતી. પત્ની
આખી રાત ઘરમાં સંતાઈને પડી રહી હતી અને બીજા દિવસે પોતાના ભાઈ-ભાભીને સમગ્ર બનાવની વાત કરી આ બનાવ મામલે શિક્ષિકા પત્નીએ પોતાના પતિ સામે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.