ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી તા. ૨૦ માર્ચના રોજ જીલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે.
સિંધુ ઉદય
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ દ્વારા આગામી તા. ૨૦/૦૩/૨૦૨૩ ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે સવારે ૧૦:૩૦ કલાકેથી જીલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરાયું છે.
આ ભરતી મેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે હાજર રહેનાર છે. તેમજ હાલોલ જિ.પંચમહાલ ખાતેથી હીરો મોટો કોર્પ કેમ્પમાં સહભાગી થશે. આઈ.ટી.આઈ ફિટર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વાયરમેન, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, કોપા ટ્રેડના પાસ આઉટ મહિલા તેમજ પુરુષ તાલીમાર્થીઓ તેમજ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પાસ મહિલા ઉમેદવારો તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અસલ તેમજ પ્રમાણિત નકલ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સમયસર ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ જણાવ્યું છે. ભરતી મેળો સવારે ૧૦.૩૦ કલાકથી યોજાશે.