દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂ. ૩૦.૪૫ લાખના ખર્ચે ૧૨ સોલાર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવી.
સિંધુ ઉદય
અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારમા છાત્રાલયોમાં આગામી વર્ષે રૂ. ત્રણ કરોડના ખર્ચે સોલાર વોટર હીટર સિસ્ટમ લગાવાશે:ક્લાઈમેટ ચેન્જ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂ. ૩૦.૪૫ લાખના ખર્ચે ૧૨ સોલાર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવી
ક્લાઈમેટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સરકારી છાત્રાલયોમાં ભણતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ માં નાહવા માટે ગરમ પાણીની સુવિધા મળી રહે તે માટે આગામી વર્ષે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારની સરકારી છાત્રાલયોમાં રૂ. ૩ કરોડના ખર્ચે સોલાર વોટર હીટર સિસ્ટમ લગાવશે. આજે વિધાનસભા ખાતે દાહોદ જિલ્લાના સરકારી છાત્રાલયોમાં સોલર વોટર હીટર સિસ્ટમના પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું છે કે, છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં છ સ્થળોમાં ૧૯,૦૦૦ લિટર પ્રતિદિનની રૂ. ૩૦,૪૫,૮૫૦ના ખર્ચે ૧૨ સોલર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ,એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો તથા યાત્રાધામોના વિશ્રામ ગૃહોમાં સો ટકા સરકારી સહાયથી સોલર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવે છે. દર ૧૦૦ લીટર પ્રતિ દિવસ ક્ષમતાની સોલાર વોટર હીટર સિસ્ટમના ઉપયોગથી વાર્ષિક અંદાજે ૭૦૦ વીજ યુનિટની બચત થાય છે એટલે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૯૨,૫૦૦ લીટરની ક્ષમતાની સોલર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવેલ છે. જે થકી ૬,૪૭,૫૦૦ વીજ યુનિટની બચત થયેલ છે.

