પાણી ભરવાની બાબતે ઝગડો થતાં દંપતીએ લાકડીથી હોમલો કરતા ફરીયાદ.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ: વસો બામરોલી શ્રીજીપુરામાં રહેતા ૨૨ વર્ષીય યુવતી રવિવાર સવારે દસ વાગ્યાના અરસામાં ઘરથી દૂર આવેલ સરતાનપૂરા પંચાયતના બોરમાં પાણી ભરવા માટે ગયા હતા. તેની સાથે તેના બહેન, માતા, કાકી, કાકીની દિકરી પણ પાણી ભરવા માટે આવ્યા હતા. દરમિયાન પંચાયત બોરનો વહીવટ કરતા મહેશનો દિકરો આવી યુવતી અને તેની સાથે રહેલ પરિવારજનોને કહ્યુ હતુ તમારે અહીંયા પાણી ભરવા આવવુ નહી તેમ કહી કાઢી મૂક્યા હતા. તેથી યુવતી અને અન્ય વ્યક્તિઓ નજીકમાં આવેલ ગુલા સોલંકીના મકાનમાં પાણી ભરવા ગયા હતા. જ્યાં બોરનો વહીવટ કરતા મહેશ
અને તેના પત્ની આવી ગાળા ગાળી કરી યુવતીના હાથમાં રહેલ પાણીની પાઇપ લઇ માટલા ફોડી નાખ્યા હતા. જ્યારે મહેશના પત્નીએ યુવતીની બહેન, કાકી અને કાકાની દિકરીને ગડદાપાટુનો મારમાર્યો હતો. એટલાથી ન અટકતા કહ્યુ હતુ કે ફરીથી પાણી ભરવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ અંગે વસો પોલીસે મહેશ અને રેખાબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે સામાપક્ષે સરોજબેન, સેજલબેન અને વિદ્યાબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.