નડિયાદ પશ્ચિમા ઘરની તિજોરીમાં રાખેલ સોના-ચાદીના દાગીના સહિત ૧.૬૫ લાખ ચોરી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ શહેરના પશ્ચિમમાં પવનચક્કી રોડ પરની નિલકમલ સોસાયટીમાં ઘરમાં જાણભેદુ ઈસમે ચોરીને અંજામ આપ્યો છે. સોના-ચાંદી સહિત ૧.૬૫ લાખની ચોરી સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે નડિયાદમાં પવનચક્કી રોડ પરની નિલકમલ સોસાયટીમાં રહેતા પ્રવીણ પરમાર પોતે વિદ્યાનગર ખાતે સિરામીક ફેક્ટરી ચલાવે છે. ગત ૧૧ માર્ચે દરરોજની જેમ પ્રવિણ પરમાર ધંધા વેપાર અર્થે સવારના વિદ્યાનગર નીકળી ગયેલા. બપોરના સમયે તેમનો દીકરો તથા પત્ની પણ સ્કૂલમાં ગયા હતા. સાંજે સર્વિસ કરી આવેલી પત્નીએ પોતાના ઘરના પાછળનો દરવાજો ખુલ્લો હતો. જેથી ઘરમાં તપાસ કરતા તિજોરીનો દરવાજો પણ તૂટેલો હતો. તિજોરીની અંદરના ડ્રોવરના લોક તોડી કાઢવામાં આવ્યા હતા. ઘરના કબાટના ડ્રોવરમાં મૂકેલ ડિસમીસ પર તિજોરીના કલરના નિશાન પડેલા હતા. તપાસ કરતાં અહીંયા મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સહિત કુલ રૂ. ૧ લાખ ૬૫ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતુ. કોઈ જાણભેદુ તસ્કરે ચોરી કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. ફરિયાદમાં પોતાની સગી પુત્રી જે તેમના હાકામાં નથી અને ઘર છોડીને ચાલી ગઈ હતી તેનું નામ પણ છે. પ્રવિણકુમારે બે લગ્ન કર્યાં છે અને આ દીકરી પ્રથમ પત્નીની હોવાથી તે તેની માતા સાથે રહેવા ચાલી ગઈ હતી. પ્રવિણ પરમારે આ દીકરી અને તેના મિત્ર સામે ચોરીની શંકા વ્યક્ત કરી છે. આ બનાવ મામલે પ્રવિણકુમારે અજાણ્યા તસ્કરો સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.