દાહોદ ના વેપારી ને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા તેમજ છ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામા આવ્યું.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૫
શહેરમાં એક ટ્રેડિંગ કંપનીના માલિકને દાહોદના મે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા તેમજ છ લાખ ઉપરાંતનો દંડ ફટકારવાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.દાહોદ શહેરમાં રહેતા અને દાહોદના દેલસર મુકામે આવેલ જીઆઇડીસી ખાતે આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા માલિક અને પ્રોપરાઇટર એવા બુરહાનભાઈ મોસીનભાઈ ટીનવાલા જેઓ હાર્ડવેરને લગતો વેપાર ધંધો કરે છે જેઓની પાસેથી દાહોદ શહેરમાં વિનાયક ટ્રેડિંગ કંપનીના માલિક અને પ્રોપરાઇટર પ્રિતેશભાઈ એન. સુથારે પોતાના ઉપરોક્ત ટ્રેડિંગ કંપનીના નામથી છૂટક માલ સામાન વેચવાનો વેપાર ધંધો કરે છે તેઓએ 2018 ના વર્ષ ગાળા દરમિયાન આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા માલિક અને પ્રોપરાઇટર એવા બુરહાનભાઈ મોસીનભાઈ ટીનવાલા પાસેથી રૂપિયા 3,91,140/- નો માલ સામાન ખરીદ્યો હતો જે રકમ ચૂકવવા માટે વિનાયક ટ્રેડિંગ કંપનીના માલિક અને પ્રોપરાઇટર પ્રિતેશભાઈ એન. સુથારે પોતાના નામનો બેંક ઓફ બરોડાનો ઉપરોક્ત રકમનો ચેક બુરહાનભાઈ મોસીનભાઈ ટીનવાલાને ભરી આપ્યો હતો આ ચેક બુરહાન ભાઈએ પોતાની બેંકમાં નાખતા આ ચેક બાઉન્સ થયો હતો અને રિટર્ન આવ્યો હતો જે સબબ બુરહાનભાઈએ પ્રિતેશભાઈ ને અવારનવાર રજૂઆત કરી પોતાના નાણા ચૂકવી દેવા જણાવ્યું હતું પરંતુ પ્રિતેશભાઈ નાણા ચૂકવવા માટે ગલ્લા તલ્લા કરતા હતા ત્યારે આખરે બુરહાનભાઈએ પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં તેઓએ પ્રિતેશભાઈ વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો હતો. આ કેસ દાહોદના મે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આ કેસનો ચુકાદો કચરો જ આવ્યો હતો અને જેમાં કોર્ટ દ્વારા પ્રિતેશભાઈ એન. સુથારને દોષી ઠેરવી પ્રિતેશભાઈ ને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 6,36,692/- નો દંડનો હુકમ કર્યો હતો અને જો દંડની રકમ નહીં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી.