આવો સૌ સાથે મળીને ટીબી ને હરાવીયે, ટીબી હારેગા દેશ જીતેગા

સિંધુ ઉદય

આજ રોજ પ્રધાનમંત્રીશ્રી ના ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના થેરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલબેન બી વાધેલા ના અધ્યક્ષતા માં પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 43 ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા અને 34 ટ્રીટમેન્ટ સપોર્ટર હાજર રહેલ હતા આ મીટિંગ માં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલબેન બી વાઘેલા ,પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ગ્રામ પંચાયત થેરકા ના સરપંચશ્રી રાજુભાઇ સંગાડા, ગ્રામ પંચાયત વાગેલા ના સરપંચ શ્રી રસનભાઈ ડામોર, તાલુકા સભ્યશ્રી સતીષભાઈ વસૈયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના મેનેજર સાહેબ, મહિલા મોરચાના મહામંત્રી , ટીબી સુપરવાઈઝર કેયુરભાઈ પંચાલ , સતિષભાઇ ગરાસિયા સંદીપભાઇ બારિયા , ટીબી ચેમ્પિયન બાબુભાઈ કલારા ,આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર થેરકા અને આરોગ્ય કેન્દ્ર નો તમામ cho, mphw, fhw , આશાવર્કર બેનો સ્ટાફ હાજર રહેલ હતા, આ મીટિંગ મા ટીબી ના લક્ષણો વિશે, દર્દીઓને દવા નિયમિત લેવાની , દવાની આડ અસરો વિશે અને યોગાસન પ્રાણાયામ વિશે સંપૂર્ણ માહિતી પણ દર્દીઓને આપવામાં આવી અને અંતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, થેરકા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી રાજુભાઈ સંગાડા, વગેલા ગ્રામ પંચાયત સરપંચશ્રી રસનભાઈ ડામોર, જિલ્લા પંચાયતસભ્યશ્રી સુરેશભાઈ કટારા, તાલુકા પંચાયતના ના સભ્યશ્રી સતીષભાઈ વસૈયા , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના મેનેજર સાહેબ , મેલનીયા સરપંચ શ્રી નગીનભાઈ વસૈયા તાલુકાસભ્ય વિનોદ ભાઈ સંગાડા ,મેડીકલ ઓફિસર શ્રી, ફાર્માસિસ્ટ નીલમબેન દ્વારા નિક્ષય મિત્ર બની કુલ 43 દર્દીને દત્તક લઈ પોષણ કીટ આપવામાં આવી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: