અભલોડ ના રેજીયા ફળીયા પાસે પસાર થતા વ્યક્તિ પર ઝાડ પડતા મોત નીપજ્યું.

વનરાજ ભુરીયા ગરબાડા

દાહોદ તા.૧૬

ગઈકાલે બપોરના સમયે વાવાઝોડું ફુંકાવાને કારણે ગરબાડાના અભલોડ ગામે રેંજીયા ફળિયા પાસે રસ્તાની સાઈડમાં આવેલ સુકુ ઝાડ તે રસ્તેથી પસાર થઈ રહેલા ૪૦ વર્ષીય રાહદારીની ઉપર પડતાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

ગરબાડા તાલુકાના ગુલબાર ગામના સરપંચ ફળીયાના ૪૦ વર્ષીય ઈશ્વરભાઈ હુસનભાઈ મંડોડ ગઈકાલ બપોરના સમયે તેમના ઘરેથી સામાજીક પ્રસંગમાં હાજરી આપવા પગપાળા ખજુરીયા ગામે જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક કુદરતી વાવાઝોડુ ફુંકાયું હતું અને અભલોડ ગામના રેજીંયા ફળીયા પાસે દાહોદ-જેસાવાડા હાઈવે રોડની સાઈડમાં આવેલ સુકુ ઝાડ અચાનક ઈશ્વરભાઈ મંડોડની ઉપર ુપડતાં તેને છાતીના ભાગે તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે તાબડતોબ નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.આ સંબંધે ગુલબાર સરપંચ ડુંગરા ફળિયાના શંકરભાઈ ભગવાનભાઈ મંડોડે જેસાવાડા પોલિસ સ્ટેશને જાણ કરતા પોલિસે આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: