ધાનપુર તાલુકામાં વનિતા શક્તિ મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની ઉજવણી.
અજય સાસી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વનિતા શક્તિ મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉત્થાન સંસ્થાનો સ્ટાફ, SHE ટીમ દાહોદનો સ્ટાફ, DCPU દાહોદ સ્ટાફ, 181 સ્ટાફ, એલ્ડર લાઇનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર તેમજ સંગઠનના બહેનો હાજર રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનોએ પોત-પોતાના પ્રોગ્રામ વિશે માહિતી આપેલ હતી. જેમાં SHE ટીમનાં પી.એસ.આઈ દ્વારા SHE ટીમની કામગીરી, DCPU ના અધિકારી દ્વારા તેમની કામગીરી અંગે માહિતી આપેલ હતી,181 ના સ્ટાફ દ્વારા તેમની કામગીરી અંગે માહિતી પૂરી પાડેલ હતી, એલ્ડર લાઇનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર દ્વારા પણ એલ્ડર લાઈન વિશે માહિતી આપેલ હતી અને એલ્ડર લાઈનની સેવાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ઉત્થાન સંસ્થાના એરિયા મેનેજર દ્વારા તેમની સંસ્થાની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.




