ઝાલોદ રામસાગર તળાવ પર મહિલાઓનો દશામાં પૂજન કરવાં વહેલી સવારથી ઘસારો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ રામસાગર તળાવ પર મહિલાઓનો દશામાં પૂજન કરવાં વહેલી સવારથી ઘસારો
હોળી પછી આવતી દસમના દિવસે દશામાંની વ્રત, કથા તેમજ પવિત્ર સુતરનો દોરો લઈ પૂજા કરે છે
ઝાલોદ રામસાગર તળાવ ખાતે અડધી રાત્રિ થી મહિલાઓ દશામાંની વ્રત, પૂજા કરવા અહીં આવતી હોય છે. અડધી રાત્રિ થી આવતી મહિલાઓ બાદ આખાં દિવસ દરમ્યાન રામસાગર તળાવ ખાતે મહિલાઓ પૂજા કરવા આવતી જોવા મળે છે. હોળી પછી આવતી દશમ ને દશામાંની દશમ તરીકે મહિલાઓ માનતી હોય છે. જેથી હોળી પછીની દશમ એટલે કે આજ રોજ તારીખ 17-03-2023 શુક્રવારના રોજ મહિલાઓ સોળ શણગાર કરી નગરના રામસાગર તળાવ પર આવે છે અહીં આવી મહિલાઓ પીપળા ની પૂજા કરે છે તેમજ સૂતર ના દોરા સાથે પીપળા ની ફેરી ફરે છે ત્યારબાદ મહિલાઓ પૂજા કરી બાર મહિનાની પૂજા પેટે દશામાંનો દોરો લે છે અને દશામાંની કથા સાંભળે છે. મહિલાઓ દશામાંની પૂજા કરતા પરિવારના સહુ સભ્યોના સારા આરોગ્ય સુખાકારી તેમજ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.