ઝાલોદ તાલુકાના લીમડી પો.સ્ટે. વિસ્તારમા દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ ક્રાઇમ બ્રાન્ચ
પંકજ પંડિત ઝાલોદ
4,68,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા પ્રોહી. બુટલેગરો ઉપર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી આવતા જતા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ ગોઠવી પરીણામ લક્ષી કાર્યો કરવા દાહોદ જિલ્લા પોલિસ સતત પ્રયત્ન શીલ છે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ ઝાલોદ ડીવી. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે એમ.પી ના વઠ્ઠા ગામેથી ચાકલીયા થઇ લીમડી તરફ એક ચેવરોલેટ કંપનીની સફેદ રંગની ટવેરા ગાડી GJ-01-K.D.9513 માં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારુ ભરી આવનારની હકીકત આધારે એલ.સી.બી ની ટીમે દ્વારા વોચ ગોઠવી વિદેશી દારૂ ભરી ટવેરા સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એલ.સી.બી પોલિસને બે આરોપી સાથે 1,68,000 નો વિદેશી દારૂ સાથે ટવેરા ગાડી મળી ટોટલ 4,68,000 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આમ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણીયાર ગામેથી વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા મળેલ છે.