દાહોદ ઝાલોદ નગરના વાતાવરણમાં એકાએક પલટો ગાજવીજ, વીજળીના કડાક સાથે ધોધમાર વરસાદ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો :
દાહોદ ઝાલોદ નગરના વાતાવરણમાં એકાએક પલટો ગાજવીજ, વીજળીના કડાક સાથે ધોધમાર વરસાદ
નગરમાં અંધારપાટ છવાયો ઘઉં અને મકાઈને મોટા પ્રમાણમાં નુકસાનના એંધાણ
ઝાલોદ પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો ,અચાનક ગાજવીજ કડાકા સાથે વરસાદ પડતાં નગરના અંધારપાટ છવાઈ ગયો હતો. આ કમોસમી વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ઘઉં, મકાઈ જેવા પાકોને નુકશાન થવા પામેલ છે. આ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તૈયાર થયેલ પાકમાં નુકસાન જતાં ખેડુત વર્ગ ચિંતાગ્રસ્ત જોવા મળે છે.આમાં ખેડૂત વર્ગ હાલ આર્થિક રીતે પાયમાલ થયો હોય તેવું લાગી રહ્યું છે. અચાનક ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં પાણીની રેલમ છેલ જોવા મળી હતી. ગરમીમાં ઠંડો મોસમ થઇ જતાં ઋતુ માનવી સાથે રમત રમતી હોય તેવુ લાગી રહેલ છે. હાલ નગરજનોને ત્રણે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને ત્રણે ઋતુના સમન્વયના લીધે પંથકમાં બીમારીએ પણ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે.