સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે ઇનોવેટિવ આઇડિયાની રજૂઆત માટે આઇડીઆથોન ‘સ્પાર્ક-૨૦૨૩’ નું આયોજન
સિંધુ ઉદય
સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેટિવ આઇડિયા ની પ્રસ્તુતિ અંગે આઈ. આઈ. સી. સેલ તથા એસ. એસ. આઈ. પી ૨.૦ સેલ દ્વારા આઇડીઆથોન ‘સ્પાર્ક ૨૦૨૩’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંત તરીકે શ્રી સુનિલ ચારેલ તથા શ્રી ઓમકાર પવાર, સ્માર્ટ સિટી દાહોદ તથા અન્ય તજજ્ઞશ્રીઓને પણ ને નિમંત્રણ આપવામાં આવેલ અને તેમના દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત ઇનોવેટિવ આઇડીયાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સુર્ય ઊર્જા, સિંચાઇ, ખેતી, પરિવહન જેવા વિવિધ વિષયો પર કૂલ ૧૧ ટીમના ૪૩ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના ઇનોવેટિવ આઇડિયા રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે વિવિધ ખાતાના વડા શ્રીઓ, સંસ્થાના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. પી. બી. ટેલર સાહેબ તેમજ અધ્યાપકોએ કાર્યક્રમ માં હાજરી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સરકારી ઈજનેરી કોલેજ ના ડો. ડી. બી. જાની, પ્રો. ઇશાક શેખ તથા તેમની ટીમ દ્વારા સંસ્થાના એસ. એસ. આઈ. પી. સેલ ના પ્રેસિડેન્ટ ડૉ. મહેશ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું



