લીમખેડા તાલુકાના અંબા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાતા બેના મોત
દાહોદ તા.૧૬
લીમખેડા તાલુકાના અંબા ગામે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયુ હતુ અને જેને પગલે ટ્રેક્ટરમાં બેઠેલ બે વ્યÂક્તઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના મોત નીપજ્યાં હતા.
લીમખેડા તાલુકાના અંબા ગામે રહેતો છત્રસીંગ મસુલભાઈ તડવીએ ગત તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ પોતાના કબજાનું ટ્રેક્ટર લઈ લીમખેડા તાલુકાના અંબા ગામેથી પસાર થઈ રહ્યા હતા અને તેમની સાથે આ ટ્રેક્ટરમાં અંબા ગામે બોર ફળિયામાં રહેતા ગોપાભાઈ હીમસીંગભાઈ તડવી (ઉ.વ.૫૫) અને સુરેન્દ્રભાઈ હમીરભાઈ બારીઆ (ઉ.વ.૨૦) એમ બંન્ને પણ સવાર હતા. રસ્તામાં અંબામાં ગામે રોડ ઉપર ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા અચાનક ટ્રેક્ટર પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ટ્રેક્ટર જાતજાતામાં પલ્ટી ખાઈ ગયુ હતુ અને અંદર બેઠેલ ગોપાભાઈ અને સુરેન્દ્રભાઈ બંન્ને ટ્રેક્ટરમાંથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા જેને પગલે આ બંન્નેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના મોત નીપજ્યા હતા. આ માર્ગ અકસ્મતા સર્જનારા ટ્રેક્ટરનો ચાલક સ્થળ પર ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો.
આ સંબંધે લીમખેડા તાલુકાના અંબા ગામે બોર ફળિયામાં રહેતા રતનભાઈ ગોપાભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.