મોટરસાયકલમા પંકચર પડતા બેગમાં મુકેલા રૂપિયા તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

માતરના ખરાટીના ઈસમે તાલુકા મથક માતર ખાતે બેંકમાંથી લોનના દોઢ લાખ રૂપિયા મેળવ્યા હતા  અને ૫૦ મીટર દૂર જ તસ્કરોએ ચોરી કરી લીધાનો બનાવ બન્યો છે. પંકચર પડતા તેનો લાભ મેળવી બે લોકોએ મોટરસાયકલ પર  લટકાવેલ બેગમાંથી રૂપીયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. માતર તાલુકાના ખરાટી ગામે રહેતા ૪૯ વર્ષીય ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા ગઈકાલે લોનના કાગળો ક્લિયર કરી માતર ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાંથી ક્રોપ લોનના રૂપિયા દોઢ લાખ મેળવ્યા હતા. આ લોનની સંપૂર્ણ વિધી પુરી કરી લગભગ સવા ત્રણ વાગ્યાની આસપાસ રકમ હાથમાં આવી પોતાના ઘરે જવા નિકળ્યા હતા. બેંકની બહાર જતાપાર્ક કરેલ પોતાનું મોટરસાયકલ માં પંચર પડ્યું હોવાથી ધક્કો મારી નજીક ૫૦ મીટરના અંતરે આવેલા પંક્ચરની દુકાને ગયા હતા. પંકચર વાળા ભાઈ દુકાને હાજર ન હતા. ધર્મેન્દ્રસિંહ મોટરસાયકલ પર નાણા ભરેલી થેલી લટકાવી પંક્ચરવાળા ભાઈને બોલાવવા ગયા હતા. ગણતરીની મીનીટોમાં જ ખેલ પડી ગયો અને કોઈ અજાણ્યા ઈસમોએ આ બેગમાથી રૂપિયા દોઢ લાખ લઈને આંખના પલકારામાં પલાયન થઈ ગયા હતા. પરત આવતા ધર્મેન્દ્રસિંહ હે મોટર સાયકલ પર લટકાવેલ બેગની ચેન ખુલ્લી હાલતમાં જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને તપાસ કરતા નાણાંની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ આ ચોરી આચરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ મામલે આજે ધર્મેન્દ્રસિંહ ઝાલાએ અજાણે ઈસમો સામે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: