દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકો સાથે મિટિંગ યોજાઈ
પથીક સુતરીયા દે. બારીયા
દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકો સાથે મિટિંગ યોજાઈ હાલ ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા ચાલી રહેલ છે જેમાં વિધાર્થીઓના હિત માટે દેવગઢ બારીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ દ્વારા ડીજે સંચાલકો સાથે મિટિંગ યોજી તમામને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાથી અવગત કરવામાં આવ્યા તથા હાલમાં ચાલી રહેલ HSC/SSC પરીક્ષા સંદર્ભે સહકાર આપવા અને નિયમ ભંગ કર્યા થી ગુનો દાખલ થવા સુધીની ગંભીરતાથી વાકેફ કર્યા. દેવગઢ બારીયા પોલીસ સબ ઇન્સ્પેકટર બી એમ પટેલ દ્વારા ડીજે સંચાલકોને જરૂરી સૂચનો કર્યા. PSI દ્વારા રાત્રે 10 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી ડીજે વગાડવા પર પ્રતિબંધ વિશેના જાહેરનામા વિશેની માહિતી આપવામાં આવી અને જો કોઈ ડીજે સંચાલક જિલ્લા કલેકટરના જાહેરનામાનુ ભંગ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જણાવવામાં આવ્યું





