નડિયાદ આયુર્વેદીક સારવાર કરાવવા વિદેશી યુવતીનો સામાન એરલાઇન્સમા અટવાતા પરેશાન

નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદ આયુર્વેદીક સારવાર કરાવવા વિદેશી યુવતીનો સામાન એરલાઇન્સમા અટવાતા પરેશાન

નડિયાદ આયુર્વેદિક મહાવિદ્યાલયમાં વિદેશીઓ સારવાર અર્થે આવે છે. જેમાં સ્વિત્ઝરલેન્ડથી ઢીંચણની સારવાર કરાવવા માટે આવેલ યુવતી એરપોર્ટ વિભાગના બેદરકારીનો ભોગ
બની છે. સ્વિત્ઝરલેન્ડના જ્યુરીક એરપોર્ટ થી સામાન એરપોર્ટમાં આપી અમદાવાદના એરપોર્ટ પર લેવા જતા સમાન મળ્યોન હતો. છેલ્લા ૧૦ દિવસ પ્રયત્ન એરપોર્ટ વિભાગનો
સંપર્ક કરવા છતાં કોઇ સરખો જવાબ ન મળતા યુવતી નિરાશ થઇ હતી. સ્વિત્ઝરલેન્ડના જ્યુરીક એરપોર્ટથી તારા મજુશ્રીએ તા.૭ માર્ચના રોજ ચેક ઇન કર્યું હતું. જ્યાં તુર્કિશ
એરપોર્ટ વિભાગ દ્વારા સામાન આપતી વખતે ટોકન આપવામાં આવ્યો હતો. જે બાદ તારાએ તુર્કિશ એરલાઇન મારફતે જ્યુરિક થી ઇસ્તાંબુલ થી મુંબઇ અને ત્યાંથી તા. ૮ મી સવારે અમદાવાદ એરપોર્ટ ચેક આઉટ કર્યુ હતુ. જ્યાં ટોકન આપ્યા બાદ સામાન મળ્યો ન હતો. જેની જાણકારી તારાએ એરપોર્ટ વિભાગને કરતા સામાનને લગતી લેખિત કાર્યવાહી કરવામાં આવી હતી. અને એરપોર્ટ વાળાઓ દ્વારા બે દિવસમાં સામાન પહોંચાડવા જણાવ્યું હતું. પરંતુ હજુ સામાન મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!