દાહોદ તાલુકાના ગલાલિયાવાડ.કાળી તળાઈ અને ભ્રમખેડા ગામે વિજળી પડતા 8 પશુઓના મોત થતા મૃત પામનાર પશુઓના માલિકોને સહાઈ કરાઈ.

નીલ ડોડીયાર

આજ તારીખ 17.3.2023 શુક્રવારના રોજ વહેલી સવારે ગાજવીજ સાથે પડેલ વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યોં હતો જેમાં દાહોદ શહેર સહિત જિલ્લામાં કેટલાય વિસ્તારોમા વિજડી પડવાની ઘટનાઓ બનવા પામી છે જેમાં દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે વીજડી પડતા સેડમાં ઉભેલી ચાર ભેંસોનુ ઘટના સ્થળેજં કમકમતી ભર્યું મોત નીપજયું હતું તેમજ દાહોદ તાલુકામાં કાળીતળાઈ ગામે કાળીતળાઈ મંદિર વિસ્તારમાં ઘાસ ચારો ચરી રહેલા પશુઓ પર વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યાં હતા અને દાહોદ તાલુકાના વરમંખેડામાં પણ વીજળી પડવાથી બે મુંગા પશુઓના મોત નિપજતા પશુ માલિકો પર આભા તૂટી પડ્યું જંતું જેને લાખોનું નુકસાન કુદરતી આફતના કારણે થયું હતું જેને લઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરએ કુદરતી આફતના કારણે થયેલ નુકસાની આપવા તાલુકા પંચાયત કચેરી ખાતે નુકસાની બદલ મુંગા પશુઓના માલિકોને ચેક વિતરણ કરવામાં આવ્યા નુકસાની થતા વહીવટી તત્ર તાતકાલિક મદદે આવી એ બદલ તમામ પશુઓના માલિકોએ ધારાસભ્ય અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: