કઠલાલ તાલુકામાં કેનાલમાં મોડીરાત્રે ગાબડું પડી જતાં ખેડૂતોને હાલાકી

નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ

કઠલાલ તાલુકાના બાજકપુરા પાસેથી નર્મદા ની વાસણા (દાણા) દાપટ માઇનોર કેનાલ પસાર થાય છે. કેનાલમાં બાજકપુરા ગામ પાસે નર્મદા માઈનોર કેનાલ માં મોડી રાત્રે ૬ ફૂટ જેટલું ગાબડું પડી જતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે એક ખેડૂત રાત્રે જાગી જતા નજીકમાં આવેલ ગેટ બંધ કરી દીધો હતો જેના કારણે વધારે નુકસાન થયું ન હતું. વળી ખેતરમાં જઈ રહેલા પાણીને રોકવા માટે રાતોરાત ખેડૂતો એ પતરાની આડશ મૂકી હતી. આ કેનાલ નર્મદા માઈનોર વાસણા (દાણા) દાપટ થઈને શાહપુર, બાજકપુરા થઈને સુરજપુરા કેનાલ નીકળે છે. એક મહિના અગાઉ પણ આજ જગ્યા પર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ત્યારે કેનાલ વિભાગ ના અધિકારીઓ સ્થળ પર આવી કાચુ માટી કામ કરી જતા રહ્યા હતા. જેના કારણે ગત રાત્રે ફરીવાર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ખેડૂતોની ફરિયાદ છેકે રીપેરીંગ માટે ઘણી વખત મૌખિક માં રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. ત્યારે શનિવારની મોડી રાત્રે આ માયનોર માં ગાબડું પડ્યું હતું અને કેનાલનું લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાણીનો વેડફાટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: