નડિયાદ રેલવેમાં એક મહિના પહેલા થયેલ ચોરીનો આરોપી મહેમદાવાથી ઝડપાયો

નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ

એલસીબી  પો.સ.ઇ એમ.જે.બારોટ  સ્ટાફના માણસો સાથે મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન મહેમદાવાદ બસ સ્ટેશન પાસે આવતા  બાતમી  મળેલ કે, સજનભાઇ ઉર્ફે કારીયો કાંન્તીભાઇ પરમાર રહે.મહેમદાવાદ,ખાત્રજ ચોકડી સુકી લાવડી પાસે તા.મહેદાવાદ જી.ખેડા નડીયાદવાળાએ નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતેથી આશરે એક મહીના અગાઉ બેગ ચોરી કરેલ હોય જે શંકાસ્પદ ઇસમ મહેમદાવાદ રેલ્વે સ્ટેશન તરફથી  બસ સ્ટેશન તરફ જનાર છે. જે માહીતી આધારે ઇસમને મહેમદાવાદ ખાતેથી પકડી  પુછપરછ કરતા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશને ગુનો તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ રજીસ્ટર થયેલ છે. ઇસમે ગુનાની કબુલાત કરી  કે આશરે એક મહીના પહેલા નડીઆદ રેલ્વે સ્ટેશનથી હું એક ટ્રેનમાં જનરલ ડબ્બામાં રાત્રી દરમ્યાન  ટ્રેનના ડબ્બામાં એક અજાણ્યા ઇસમની બેગ લઇને ટ્રેનમાંથી ઉતરી ગયેલ અને બેગની અંદર એક નાનું પર્સ હતુ તેની અંદર પૈસા હતા. અને એ.ટી.એમ કાર્ડ ને બીજા કાર્ડ હતા તે મે રસ્તામાં નાખી દીધા હતા અને બેગ પણ નાખી દીધી હતી ખાલી મે પૈસા લઇને વાપરી નાખીયા હતા. જેથી ઇસમને  અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી મહેમદાવાદ પોલીસ સ્ટેશને  સોંપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!