મહેમદાવાદના સુડા વણસોલ ગામમાં અજાણ્યા યુવકને ચોર સમજી માર મારતા મોત નિપજ્યું.

નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના સુઢા વણસોલ ગામમાં ગઈકાલે રાત્રિના સમયે છત્તીસગઢના એક યુવકને ગ્રામજનોએ ચોર સમજી ગંભીર માર મારતા યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. મહેમદાવાદના  સુઢા વણસોલ ગામમાં ગત રાત્રી દરમિયાન એક યુવક આટા ફેરા મારી રહ્યો હતો જેની ગ્રામજનોને જાણ થઈ હતી જેને પગલે ગ્રામજનોએ ભેગથઈ ગામમાં આંટાફેરા મારી રહેલ આ યુવકને પકડ્યો હતો. બાદ ગ્રામજનોએ આ યુવકની પ્રથમ પૂછપરછ કરી હતી જોકે પરપ્રાંતિય આ યુવક જે કહેતો હતો તે ગ્રામજનો સમજી શકતા ન હતા જેના કારણે ગ્રામજનોએ આ યુવક ગામમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાનું સમજી બેઠા હતા તેથી ગ્રામજનો  આ યુવક પર તૂટી પડ્યા હતા અને યુવકને ગ્રામજનોએ ગંભીર માર માર્યો હતો જેને લઇ બેભાન થઈ ગયેલ આ યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી દરમિયાન મહેમદાવાદ પોલીસને જાણ થતાં પોલીસ રાત્રે ગામમાં દોડી આવી હતી અને પોલીસે તપાસ કરી આ ઘાયલ યુવકને હોસ્પિટલે દાખલ કર્યો હતો જ્યાં  ટૂકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ  હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!