નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે એન્ડ જે સાયન્સ કોલેજ ખાતે મેઘા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે એન્ડ જે સાયન્સ કોલેજ ખાતે કોલેજના યજમાન પદે, ખેડા અને મહીસાગર જિલ્લાની ૨૩ જેટલી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ ના લાસ્ટ વર્ષના વિદ્યાર્થીઓ માટે મેઘા પ્લેસમેન્ટ કેમ્પ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ગુજરાત રાજ્યમાંથી ૩૧ જેટલી વિવિધ કંપનીઓ અને ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થયેલા છે. કોલેજના પ્રિન્સિપલ અને નોડલ ઓફિસર ડો. અલ્પેશ પટેલ તથા ઇન્ટરવ્યૂ માટે આવેલા છેલ્લા વર્ષમાં ભણતા બે જિલ્લાના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવે છે .કે હજુ તો અમે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરીએ છીએ અને સરકાર વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી તેમના ભવિષ્યમાંટે વિચારી કોલેજમાં અભ્યાસ કરી બહાર પડતાં જ તેમના હાથમાં જોબ લેટર હોય. તે એક મોટી વાત છે. અને સરકારનુ ઉત્તમ પગલું છે.


