હેલ્થ એન્ડ વેલનેષ સેન્ટર ટુંડેલ ખાતે આજે એડોલેશન હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ અમીન અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર ભૂપેન્દ્રભાઈ મેકવાન ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર ના હેલ્થ એન્ડ વેલનેષ સેન્ટર ટુંડેલ માં આજે એડોલેશન હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ગામના કિશોર કિશોરીઓ ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું સાથે સાથે તેમના માં થતાં શારીરિક અને માનસિક ફેરફારો તેમના હક્કો અને તેમની ફરજો પાંડુરોગ સેનેટરી નેપકીન કેવી રીતે વાપરવું તેનો નિકાલ કેવી રીતે કરવો વેગેરે વિશે વિસ્તૃત માં જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર ના મેડિકલ ઓફીસર ડો. અર્પિત પટેલ, ટુંડેલ ગામ ના સરપંચ અશોકભાઈ ગોહેલ, આર.બી.એસ.કે ડો કીંજના અને તેમની ટીમ, સુપરવાઈઝર પ્રમોદ મકવાણા, આચાર્ય રાકેશભાઈ, અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ માં સીએચઓ જૈમિનીબેન ઝવેરી, આરોગ્ય કર્મચારી કોકિલાબેન અને આશા બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આરોગ્ય કર્મચારી આલ્ફોન્સ ફ્રાન્સીસ દ્વારા કરવામાં આવ્યું હતુ


