દાહોદ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરાઈ
દાહોદ તા.૨૧
મહાશીવરાત્રી પર્વ નિમિત્તે આજરોજ દાહોદ શહેરમાં શીવ ભક્તોએ આ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. સવારથી જ શહેરના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવજીના દર્શન કરવા મંદિરોમાં મોટી સંખ્યામાં શીવભક્તોની કતારો પણ જાવા મળી હતી. સાજ પડતા મંદિરોને ભવ્ય રોશનીથી સળગારી દેવામાં આવ્યા હતા અને ઘણા મંદિરો ખાતે ભજન સંધ્યા સહિત ભંડારા તેમજ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.
ભગવાન શીવનો તહેવાર એટલે મહાશીવરાત્રી. આ પર્વની દાહોદશહેરવાસીઓ ઉત્સાહ,ઉમંગ અને આદ્યાÂત્મક રીતે ભવ્ય ઉજવણી કરી હતી. શહેરના શિવાલયોમાં સવારથી જ શીવજીના દર્શન તેમજ પુજા અર્ચના કરવા શીવભક્તોની લાંબી કતારો જાવા મળી હતી. શીવલીંગ પર ફુલ,જળ,દુધ,દહીં, બીલીપત્ર વિગેરે ચઢાવી શીવભક્તોએ પોતાની મનોકામના પુર્ણ કરી હતી. શહેરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શીવજીની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રાએ ખાસ્સુ આકર્ષણનું કેન્દ્ર પણ જમાવ્યું હતુ. આ શોભાયાત્રા ગોદી રોડથી પ્રારંભ થઈ શહેરના સિંધી સોસાયટી પહોંચી હતી જ્યા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા અને જ્યા શીવભક્તો દ્વારા અનેકવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. શહેરના ઘણા શિવમંદિરો ખાતે ભજન સંધ્યા, હવન, મહા આરતી, પ્રસાદી, ભંડારા જેવા એનક વિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. શહેરના સ્માશન ગૃહ ખાતે પણ ભજન સંધ્યા તેમજ ભંડારા, પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.
#Dahod

