સંજેલી બાયપાસ ચોકડી પર નમી ગયેલા વીજ થાભલા લટકતી તલવાર સમાન.

ફરહાન પટેલ સજેલી

વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી વીજ થાંભલો પડવાથી અકસ્માતની ભીતિ

MGVCL દ્વારા આ વીજ થાંભલા વહેલી તકે સરખા કરવામાં આવે તે જરૂરી

સંજેલી બાયપાસ રોડ પર કન્યા વિદ્યાલય, ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કુલ, બસ સ્ટેન્ડ આવેલ છે ત્યાંથી પ્રસાર થતા મેન રોડ ખાતે નમી ગયેલા વીજ સપ્લાયના જીવંત થાંબલાઓ આવેલ છે જેને લઈ સ્થાનિક વાહન ચાલકોને તેમજ અવરજવર કરતા વિદ્યાર્થીઓને ભારે જોખમનો સામનો કરવો પડતો હોય છે સંજેલી બાયપાસ રોડ ખાતે રસ્તા પર 3 જેટલા વીજ થાંભલા પડું પડું થઈ રહ્યા અકસ્માતની ભીતી સેવાઇ રહી છે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી એમજીવીસીએલ દ્વારા આ વીજ પોલને જમીનની અંદર ઉડાણ કરી રોપવામાં ન આવતા યોગ્ય કામગીરી ન કરવાના કારણે તેમજ બેદરકારી પૂર્વકની કામગીરી ના કારણે વીજપોલ નમી ગયા હોઈ તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે તેમજ વીજ થાંભલા પર લીલા ઝાડ અને વેલા પાંદડા ઘેરાઈ ગયા હોય શોર્ટ સર્કિટ થવાની શક્યતાથી સ્થાનિક વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ભય સતાવી રહ્યો છે. સવાલ એવો થઈ રહ્યો છે કે એમજીવીસીએલ દ્વારા પણ આ બાબતે કેમ વીજ તંત્રનું ધ્યાન નહીં? થાંભલા પર ભયજનક વીજ કનેક્શન ઉપર સફાઈ થતી નથી તો વીજતંત્રની ની સાચી કામગીરી હાથ ધરીને લોકોને ભયમુક્ત ક્યારે કરશે તેવા પણ તાલુકામાં સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!