વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ મંદિરમાં બિરાજના દેવોને સોજીત્રાના અ.નિ.વિદ્યાબેન કાંતિભાઈ પટેલ તથા અ.નિ.કાંતિભાઈ પટેલ ના યજમાન પદે દેવોને લીલીવલીયારીના વાધા ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંગળવારે ફાગણ વદ અમાસના રોજ વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના સ્વયંસેવકો દ્વારા ૧૧૦૦ કિલો લીલીધમ વરિયાળીના દેવોના વાધા તૈયાર કરવામાં આવ્યા હોવાનું શ્યામ સ્વામીએ જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હરિભક્તો દ્વારા સીઝન પ્રમાણે ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવે છે.