ગરબાડા પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું, ટ્રાફિકને અડચણરૂપ છકડા તેમજ હાથલારીઓ જપ્ત કરાઈ.

ગરબાડા પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું, ટ્રાફિકને અડચણરૂપ છકડા તેમજ હાથલારીઓ જપ્ત કરાઈ.

ગરબાડા નગર સહિત પંથકમાં આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન ખીલી છે, ત્યારે લગ્નસરાની ખરીદી કરવા માટે લોકો ગરબાડા નગરમા આવતા હોય છે. ત્યારે ગરબાડા નગરમાં લોકોની અવર જવર તેમજ ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ગરબાડા PSI જે.એલ.પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા આજરોજ ગરબાડા ટાઉન વિસ્તારમા ફટ પેટ્રોલીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. તે દરમ્યાન ગરબાડા બસ સ્ટેન્ડ વિસ્તારમા રોડ ઉપર કેટલાક લોકો પોતાની હાથ લારીઓ રોડ ઉપર અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી ફ્રુટનો ધંધો કરતા હોય તેમજ છકડા ચાલકો રોડ ઉપર પોતાની ગાડીઓ ઉભી રાખી આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે પોતાના વાહનો તેમજ લારીઓ ઉભી રાખેલ હોય જેથી ગરબાડા પોલીસ દ્વારા આ તમામ ઇસમો વિરુધ્ધમા ઇ.પી.કો. કલમ ૨૮૩ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને ટ્રાફિકને અડચણરૂપ છકડા તેમજ હાથલારીઓ ગરબાડા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!