ઝાલોદ પોલીસ સ્ટેશનમાં રામનવમીના તહેવારને લઈ શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

પંકજ પંડિત ઝાલોદ

પીએસઆઈ રાઠવાની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ

ઝાલોદ નગરમાં આગામી રામનવમીનાં તહેવારને લઈ પીએસઆઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને પોલિસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી.આ મીટીંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના સહુ આગેવાનો હાજર રહ્યા હતા. પીએસઆઈ રાઠવા દ્વારા ઉપસ્થિત સહુને પ્રથમ આવનાર રામનવમી અને રમઝાન અને હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સહુ આગેવાનોને આવાનારા તહેવારોને ભાઈચારા સાથે , સન્માન સાથે તેમજ કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે ઉજવવા અપીલ કરી હતી. ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે કોઈ પણ ધર્મનું અપમાન કે કોઈ જાતિ આધારિત ઉશ્કેરણી જેવા વાદ વિવાદો થી દૂર રહી સન્માન અને ગૌરવ સાથે નગરમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેમજ કોઈ પણ જગ્યાએ કોઈ કાનૂની ગૂંચ ઉભી થતી હોય તેવું લાગતું હોય તો તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવો , કોઈ પણ વ્યક્તિએ જાતે કાયદો હાથમાં લેવો નહીં તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. તેમજ છેલ્લે પીએસઆઈ રાઠવા દ્વારા પોલીસને મિત્ર ગણી સાથ સહકારની આશા ઉપસ્થિત સહુ લોકો પાસે રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: