ઝાલોદ તાલુકાના અંબા ગામે ૮૦ વર્ષીય વૃધ્ધને માથામાં હથોડી ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચાર
ગગન સોની, લીમડી
દાહોદ તા.૨૨
ઝાલોદ તાલુકાના અંબા ગામે ૮૦ વર્ષીય વૃધ્ધ ઈસમ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવતો હતો તે સમયે રસ્તામાં પડી જતાં તેની સાથેના એક ઈસમે તેને હાથ છાલી ઘરે પહોંચાડ્યા બાદ બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાય જઈ તેની સાથેના ઈસમે ૮૦ વર્ષીય વૃધ્ધના માથાના ભાગે હથોડીના ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાના અંબા ગામે રીછુમરા ફળિયામાં રહેતા ૮૦ વર્ષીય કાળુભાઈ નાથાભાઈ હઠીલા ગત તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ પીધેલી હાલતમાં રસ્તે ચાલી ઘરે આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં પીધેલી હાલતમાં પડી જતાં વૃધ્ધને શરીરે,ગાલ તથા મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી આ દરમ્યાન તેમની સાથેના અને તેમના જ ફળિયામાં રહેતા ભુરજીભાઈ સુરપાળભાઈ હઠીલાએ કાળુભાઈનો હાથ પકડી ઉભા કરી ચાલતા તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા. આ દરમ્યાન ભુરજીભાઈએ બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ એકાએક ગુસ્સામાં હાથમાની લોખંડની હથોડી વડે કાળુભાઈના માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા કાળુભાઈને માથાના ભાગે ગર્ભિત ઈજાઓ થવા પામી હતી અને જેને પગલે તેઓનું મોત નીપજતા આ સંબંધે મૃતકના પુત્ર બાબુભાઈ કાળુભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod

