કલેકટર ના હસ્તે ખેડા જિલ્લામાં ર-બાળકોને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવામાં આવ્યા.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ધ્વારા SAA(Specialised Adoption Agency) ની માન્યતા આપવામાં આવેલ છે તેમજ સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર દ્વારા બાળ સંભાળ સંસ્થા તરીકેની પણ માન્યતા આપવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા અનાથ, નિરાધાર, ત્યજાયેલ બાળકોને આશ્રય આપી રક્ષણ, શિક્ષણ આપી સમાજમાં પુનઃ સ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે. આજથી ચાર વર્ષ પહેલા એક કેરાલાના દંપતિ તથા એક સુરતના દંપતિ દ્વારા ભારત સરકારને (CARA) સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ન્યુ દિલ્હીને બાળક દત્તક લેવા માટે અરજી કરેલ હતી. જે અરજીને ગ્રાહય રાખી દંપતિના ઘર તપાસ અહેવાલ તથા કાયદાકિય તમામ પુરાવાના આધારે આ દત્તક ઇચ્છુક દંપતીઓએ ગુજરાતનું બાળક લેવાની ઇચ્છા દર્શાવતા ભારત સરકાર દ્વારા આજથી એક માસ અગાઉ માતૃછાયા અનાથ આશ્રમના એક-એક બાળકનું રેફરલ આપતા દંપતિઓ દ્વારા બાળકની પસંદગી દર્શાવેલ. જેના આધારે જિલ્લા એડોપ્શન કમિટી, નડીયાદ, જિ.ખેડા દ્વારા દત્તક ઇચ્છુક દંપતીઓના પુરાવા તથા ઘર તપાસ અહેવાલ તપાસવામાં આવેલ અને બાળકને પ્રિ-એડોપ્શનમાં આપવા કમિટી દ્વારા પસંદ કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના હસ્તે આ બન્ને બાળકોને પ્રિ-એડોપ્શનમાં આપવામાં આવ્યા છે. સાથે એક માસ અગાઉ મોરબીના દંપતિને પ્રિ-એડોપ્શનમાં આપવામાં આવેલ બાળકનો જિલ્લા કલેકટર  દ્વારા આખરી આદેશ કરવામાં આવેલ. તેમજ એક સ્ટે૫ એડોપ્શનની અરજી જિલ્લા કલેકટર દ્વારા સ્વીકારવામાં આવેલ હતી. તમામ અરજીનું વેરિફિકેશન જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, જિ.ખેડા દ્વારા કરવામાં આવેલ છે. આજે માતૃછાયા અનાથ આશ્રમ, નડીયાદ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી માટે ખુબજ આનંદનો દિવસ છે, સંસ્થાના બે બાળકોને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવામાં આવેલ છે. સંસ્થાના બે બાળકોને દતક માતા પિતા મળતા પ્રસંગમાં હાજર સર્વમહાનુભાવોએ ખુબ આનંદ વ્યક્ત કર્યો. સાથે સાથે ફાઇનલ એડોપ્શનમાં આ૫વામાં આવેલ દં૫તીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જુવેનાઇલ જસ્ટીસ એકટ સુધારા ૨૦૨૧ થતા એડોપ્શન રેગ્યુલેશન ર૦૨૨, ૧ લી સપ્ટેમ્બર ૨૦૨૨ થી અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં દત્તક માટેની તમામ જવાબદારી તથા દત્તક માટેના હુકમની જવાબદારી જિલ્લા કલેકટરને સોપવામાં આવેલ હોય, આ રેગ્યુલેશન મુજબ દત્તકની આપવાની તમામ પ્રક્રિયા જિલ્લા કલેકટર હસ્તક થાય છે. બાળકોએ સંસ્થામાંથી વિદાય લેતા સંસ્થામાં હર્ષના આસું આવી ગયા હતા, દંપતિઓએ પણ બાળક મેળવી ખુશી વ્યકત કરી હતી. આ પ્રસંગે નિવાસી અઘિક કલેકટર  બી. એસ. ૫ટેલ, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી  મહેશભાઇ ૫ટેલ, ચાઇલ્ડ વેલ્ફેરક કમિટી, નડિયાદ, જિ.ખેડાના ચેરમેન તથા સભ્યઓ, માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદના ડિરેકટર સી.મીના મેકવાનતથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ, માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદના કર્મચારીઓ હાજર રહ્યા હ્તા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: