વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી દાહોદ જીલ્લાના મથક માં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે હેલ્થ સ્ટાફનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
નીલ ડોડીયાર
આજ રોજ વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી દાહોદ જીલ્લાના મથક માં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે હેલ્થ સ્ટાફનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જીલ્લામા 2022 ની અંદર શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મેડિકલ ઑફિસર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર, લેબોરેટરી ટેકનીશ્યન, ફાર્માશિષ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ટ્રીટમેન્ટ સપોર્ટર, ટીબી માંથી સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, સીનીયર લેબોરેટરી સુપરવાઈઝર , ટીબી હેલ્થ વિઝીટર, જેવી કેડરને ટ્રોફી અને સર્ટીફીકેટ આપી ને સન્માનિત કરવામાં આવ્યાં,વર્લ્ડ ટીબી ડે 24 માર્ચ ની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ઉર્મિલાદીદી, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી ડૉ નરેન્દ્ર હાડા, એપેડેમિક મેડિકલ ઑફિસર ડૉ નયન જોષી, જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર. ડી.પહાડીયા, જીલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ એ. આર ચૌહાણ અને ડૉ વનરાજ હાડા સહિતના મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા ,
આ કાર્યક્રમમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ ટીબીમાં ખૂબજ સારી કામગીરી કરવામાં આવે છે સગર્ભા બહેન , નાના બાળકો મોટી ઉંમરના વ્યક્તિઓ માં કુપોષણ ના અભાવ ના કારણે પણ ટીબી થઈ જાય છે, કર્મચારીઓ દવારા પણ ખૂબજ સુંદર કામગીરી કરવામાં આવે છે પ્રાઇવેટ ડૉ નો પણ ખુબજ સારો સાથ સહકાર મળી રહે છે અને પ્રધામંત્રીશ્રીના ટીબી મુકત ભારત ને સફળ બનાવવાં નિક્ષય મિત્ર બનીને દર્દીઓને મદદ કરવા પણ સુચના આપવામાં આવી.
જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ બેન વાઘેલા દ્વારા પણ ટીબી દિવસ પર કર્મચારીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા અને જીલ્લામાં ટીબીના કેશ ઝડપી શોધી સારવાર પર મુકી અને સરકારશ્રી ની યોજનાનો લાભ મળવો જોઇએ આ વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો સંદેશ YES! We Can End TB હા ! આપણે ટીબી નો અંત લાવી શકીએ છીએ.
છેલ્લે કાર્યક્રમ ની આભર વિધિ તબીબી અધિકારી ડો એ. આર . ચૌહાણ દવારા કરવામાં આવી હતી 2025 સુધીમાં ભારતને ટીબી મુકત કરવાની માન. પ્રધાનમંત્રી શ્રી ની વાત
માન. પ્રધામંત્રીશ્રી દવારા 2025 સુધીમાં ભારતને ટીબી મુકત કરવાની આ વાત કરવામાં આવી છે અને એમને આજે પોતાન લોકસભા વિસ્તાર વારાણસી ખાતેથી વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી કરી અને દેશ માંથી 2025માં ટીબીમુકત કરવાની વાત કરી સરકારીનિયમો અનુસાર ખાનગી હોસ્પિટલના ડોકટરો પણ ટીબીના દર્દીઓની માહિતિ સરકારી તંત્રને આપી રહ્યા છે જેને કારણે આવા દર્દીઓને ઝડપથી શોધી સારવાર આપવામાં આવી રહી છે દાહોદ માં પણ આ રોગને દૂર કરવા ખૂબજ સઘન કામગીરી કરવામાં આવે છે ટીબી થવા માટે મહત્ત્વનું કારણ કુપોષણ છે આથી ટીબીથી બચવા પોષણક્ષમ આહાર મહત્વની ભૂમિકા ભજવે છે માન.વડાપ્રધાનશ્રી દ્વારા 2025 સુધીમાં ભારતને ટીબી મુકત કરવાની વાત કરવામાં આવી છે ત્યારે આ ટારગેટ ને હાસલ કરવા માટે પ્રયત્નો આરોગ્ય વિભાગ દવારા કરવામાં આવી રહ્યા છે દાહોદ જીલ્લા છેલ્લા પાંચ વર્ષમાં મળેલ ટીબી નાં દર્દીઓ
2018માં 7576દર્દીઓ
2019માં 9099દર્દીઓ
2020માં 7774 દર્દીઓ
2021માં 8663દર્દીઓ
2022 માં 9965દર્દીઓ સારવાર પર મુકવામાં આવ્યાં હતાં
દાહોદ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 417નિક્ષય મિત્ર દવારા કુલ 1456 દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી.
નિક્ષય પોષણ યોજના અંતર્ગત દાહોદ જીલ્લા માંવર્ષ 2022/2023કુલ 8273દર્દીઓ ને 1,89,29,500
વર્ષ 2021/2022 માં 6426દર્દીઓ ને 1,56,68,000
વર્ષ 2020/2021માં 6352દર્દીઓ ને 1,82,52,000 રૂપિયા ચૂકવવા માં આવ્યા
ટ્રાયબલ ટીબી નાં દર્દીઓ ને 2022/2023માં કુલ 6701દર્દીઓ ને 50,25,750
વર્ષ 2021/2022માં 4733 દર્દીઓને 35,49,750
વર્ષ 2020/2021માં 6021દર્દીઓ ને 45,15,750 રૂપિયા ચૂકવવા માં આવ્યાં છે