જિલ્લા શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખ દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવાયા.
નીલ ડોડીયાર

આજ રોજ દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખ દ્વારા ઐતિહાસિક નિર્ણયો લઈ આજરોજ દાહોદ જિલ્લાના લગભગ 62 જેટલા કુલ બિલો રજૂ કરી દાહોદ જિલ્લા માટે ગૌરવની લાગણી અનુભવી છે
કોઈપણ કર્મચારીના કે ગ્રાન્ટેડ શાળાઓ કે સરકારી શાળા ના કોઈપણ પ્રકારના નાણાકીય બિલ આજરોજ બાકી રહેલ નથી તે કાર્ય ખૂબ જ ઉમદા અને બિરદાવા લાયક કાર્ય છે.જે કાર્યને પૂર્ણ કરવા ત્રણ ત્રણ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો તેઓએ આવતા ની સાથે તમામ કાર્યને સુપેરુ પાર કરેલ છે. જેમકે નિભાવ ગ્રાન્ટ, રજાનો રોકડમાં રૂપાંતર, ત્રણ ટકા એરિયસ, પ્રવાસીની ગ્રાન્ટ, ઇન્ટરનેટ બીલ, કન્યાઓની ગ્રાન્ટ, મેડિકલ બિલ, તમામ પ્રકારના એરિયસ, નિવૃત્ત થતા કર્મચારીઓના તમામ બિલો, બાકીનું જે બાકી છે તેને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે. તે બદલ તમામ ઘટક સંઘ એ હૃદય પૂર્વક આભાર માને છે.

