ગરબાડા તાલુકા પંચાયતના બજેટની સામાન્ય સભાય યોજાઈ.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયતના બજેટની સામાન્ય સભાય યોજાઈ.
ગરબાડા તાલુકા પંચાયત ના સભા ગૃહમાં તાલુકા પંચાયતના બજેટની સામાન્ય યોજાઈ હતી આ સામાન્ય સભામાં કુલ છ મુદ્દાના એ માટે સામાન્ય સભા યોજાઇ હતી અને આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૩/૨૪ નુ કુલ રૂપિયા ૧૦૯૮૦૦૦૦૦૦ નું વાર્ષિક અંદાજપત્ર સર્વ અનુમતે પસાર કરવામાં આવ્યું હતું ઉપરાંત આ સામાન્ય સભામાં ઝરીબુઝર્ગ તાલુકા પંચાયત સીટ-૨ ના સભ્ય સતત ચાર મિટિંગમાં ગેરહાજર રહેતા તેમને સસ્પેન્ડ માટેની દરખાસ્ત આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરવા કે ન કરવા તેની ચર્ચા કરાઇ હતી ઉલ્લેખનીય છે કે પંચાયત ધારાની જોગવાઈ મુજબ જો કોઈ સભ્યો કોઈ પણ જાણ વગર સતત ત્રણ સભામાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય તેવી જોગવાઈ છે પરંતુ આ સભ્ય સતત પાંચમી મિટિંગમાં પણ ગેરહાજર રહ્યા હવે જોવાનું રહ્યું કે આવતી સામાન્ય સભામાં આ સભ્ય હાજર રહે છે કે તેમનું સભ્યપદ રદ થાય છે તે સમયે જ બતાવશે. પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાલુકા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ હતી.









