ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે માર્ગ અકસ્માતમાં એક અજાણી મહિલાનું મોત
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં એક અજાણી મહિલા તથા બીજા એક બનાવમાં એક બાળકને ઈજાઓ થતાં બે પૈકી અજાણી મહિલાનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતી જતી આશરે ૩૦ થી ૩૫ વર્ષની માનસીક અÂસ્થર હાલતની અજાણી મહિલાને અજાણ્યા વાહને અડફેટમાં લેતા મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને જેને પગલે આ અજાણી મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતાં આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ ધાનપુર તાલુકાના નાકટી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેક્ટરના ચાલકે ગત તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ધાનપુર તાલુકાના નાકટી ગામે ખેડા ફળિયામાં રહેતા હીમતભાઈ કોદરભાઈ બારીઆનો છોકરો અક્ષયને આ ટ્રેક્ટરના ચાલકે અડફેટમાં લેતા હીમતભાઈને છોકરાને ગંભીર ઈજાઓ પહોંચાડી ટ્રેક્ટરનો ચાલક નાસી જતાં આ સંબંધે હીમતભાઈ કોદરભાઈ બારીઆએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod #Sindhuuday

