દુકાન પર આવેલ ત્રણ ઇસમો દુકાનદારની નજર ચૂકવી રોકડ પૈસાનો ડબ્બો લઈ ગયા
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદના બિલોદરા પાસે આવેલ ગણપતિ ચોકડી પાસેની દુકાનમાં ત્રણ અજાણ્યા ઈસમોએ દુકાનદારની નજર ચૂકવી રોકડ પૈસાનો ડબ્બો લઈ ગયા આ સમગ્ર બનાવની જાણ દુકાનદારને થતા સીસીટીવીમા ત્રણ ઇસમો નજરે પડયા હતા. નડિયાદના ચંન્દ્રસેતુ સોસાયટીમાં રહેતા સુનિલ જોશી બિલોદરા જેલ ચોકડી પાસેની દુકાનમાં અમૂલની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. તા.૧૭ માર્ચના રોજ દસેક વાગ્યાના આસપાસમાં પોતે દુકાનથી બજારમાં કલેકશન માટે ગયા હતા. તે સમયે દુકાન પર તેના પિતા જગદીશભાઇ બેઠા હતા. તે દરમિયાન ત્રણ અજાણ્યા વ્યક્તિ દુકાન પર આવી જગદીશભાઇ પાસે કોઇ ચીજ વસ્તુની માંગણી કરી દુકાનમાં પડેલી રોકડ રકમનો ડબ્બો રૂ. ૩૫ હજાર નજર ચૂકવી જતા રહ્યા હતા. દરમિયાન અગિયાર વાગ્યાના અરસામાં સુનિલ પરત આવતા ચોકડી પર એક છોકરાના હાથમાં ડબ્બો જોયો હતો તે બાળક બાઈક પાછળ બેસી જતા જોયો હતો. તેથી સુનિલ દુકાને આવી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા જોતા તેમાં અજાણ્યા ત્રણ વ્યક્તિઓ નજરે પડયા હતા.