નડિયાદની કલામંદિર સંસ્થા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરો ચીફ

વિશ્વ રંગભૂમિ દિવસ અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ 75 વર્ષ જૂની, નાટ્ય ક્ષેત્રે અનેક કલાકારો આપ્યા છે.તેવી સંસ્થા કલામંદિર ખાતે, વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, જય માનવસેવા પરિવારના મેં. ટ્રસ્ટી મનુભાઈ જોશી, સંસ્થાના પ્રમુખ ઉમેશ ગાંધી, સતિષભાઈ દવે તેમજ ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ઉજવાયો. નડિયાદની કલામંદિર સંસ્થા તેનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. તે અંતર્ગત જુના કલાકારો નર્મદાબેન મનુભાઈ દવે તથા હેમંત વ્યાસ નું વિશેષ સન્માન, ઉપરાંત અન્ય નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રે કલા મંદિરમાંથી જે કલાકાર બન્યા છે. તેવા અન્ય કલાકારોનું પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ કલાને જીવંત રાખવા, કલામંદિર દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે. તેને બિરદાવ્યા હતા અને કલામંદિર ના કલાકારો દ્વારા નાટ્ય તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે. કે આજ કલા મંદિરમાં પૃથ્વીરાજ કપૂર, આરજે ફિલ્મ ઇન્ટરનેશનલ ના પ્રફુલ્લા દવે, ચારુ પટેલ જેવા દિગ્ગજ કલાકારો અહીં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!