ખેડા  શહેરના વિસ્તારોમાં પોલીસની ટીમ બનાવીને  જાહેરમાર્ગમાં ટ્રાફિક અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ખેડા શહેરમાં  શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ બનાવીને બજારોમાં અને જાહેરમાર્ગમાં ટ્રાફિક અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. શહેરના રાજા શોપિંગ સેન્ટર, સરદાર ચોક, બસ સ્ટેન્ડ, સરદાર માર્કેટ જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા રસ્તામાં મૂકેલા વાહનોને દૂર કરવામાં આવ્યા હતા.બજારોમાં ફ્રૂટ તેમજ અન્ય લારીઓ જાહેર માર્ગમાં હતી. તેનેસાઈડમાં કરવામાં આવી. તેમજ વહેપારીઓની દુકાન હદની બહાર જે છજાઓ કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે દુકાનોની બહાર બોર્ડથી લઈને માલ સામાન ગોઠવામાં આવ્યો હોય એવા દબાણો દૂર કરાયા હતા. બહાર ઓટલા તેમજ અન્ય દબાણો કર્યા છે તે દૂર કરવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવશે. જેને લઇ રાહદારીઓ અને વાહનચાલકો આસાનીથી પસાર થઇ શકશે. – અગરસિંહ ચૌહાણ, વહીવટદાર, ખેડા નગરપાલિકા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: