ગરબાડા નેશનલ હાઈવે પર લોડીંગ વાહનની અડફેટે મહાકાય વૃક્ષ ધરાશાયી:તંત્ર દ્વારા વૃક્ષને હટાવવામાં આવ્યું.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા નેશનલ હાઈવે પર લોડીંગ વાહનની અડફેટે મહાકાય વૃક્ષ ધરાશાયી:તંત્ર દ્વારા વૃક્ષને હટાવવામાં આવ્યું.
.ગરબાડા તા.29બે દિવસ પેહેલા ખારવા નજીક લોડીંગ વાહનની ઝપટે લાઈટના થાંભલા સાથે વીજવાયર ખેચાતા વીજળી ગુમ થઈ હતી..
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર નવા ફળિયા ચોકડી નજીક લોડિંગ વાહનની ઝપેટે એક મોટું વૃક્ષ ધરાસાયી થતાં અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ હતી જેમાં વૃક્ષ ધરાશાયી થયા ની જાણ તંત્ર ને કરતા તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને તંત્ર દ્વારા વૃક્ષને હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્વાભાવિક રીતે ગરબાડા નેશનલ હાઇવે નવો બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે જેના કારણે રોડ ઉચો થવા પામ્યો છે અને લોડીંગ વાહન રસ્તામાં ઝાડ તેમજ લાઈટ ના થાંભલા નાં વિજ વાયરો સાથે અડી જવાની ભીતિ સર્જાતી હોય છે. ત્યારે દેવધા ગામે હાઈવેની બાજુમાં એવા અનેક તોતિંગ વૃક્ષો હયાત છે કે જે રોડની ઉપર ફેલાયેલા જોવા મળે છે જે પડી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે માટે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન દોરી યોગ્ય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.



