અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.
વનરાજ ભુરીયા ગરબાડા
અભલોડ મુખ્ય પ્રાથમિકમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.
અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં આજરોજ વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને જુદા જુદા ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લા સભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે શાળામાં ખુબજ સારી કામગીરી બદલ શાળાના શિક્ષક પરમાર અશ્વિનકુમાર હીરાભાઈ ને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. જે કાર્યક્રમમાં ગામના સરપંચ,તાલુકા સભ્યો,જિલ્લા સભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


