ફતેપુરા તાલુકા પંચાયતમાં પ્રમુખ શ્રી ની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈતાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પારગીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી વસાવા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની પ્રોસેડિંગ અને ઠરાવો વાંચનને લેવામાં આવ્યા હતા. તેમજ સર્વનોમતે મંજૂર કરવામાં આવ્યા હતા તાલુકા પંચાયત કચેરીના વર્ષ 2023 24 નું પૂરાંતવાળું બજેટ સર્વનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા ને લગતી સમસ્યાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટાર દ્વારા સરકાર દ્વારા આવનાર સમયમાં રજુ થનાર નવી આગામી યોજનાઓ તેમજ અધૂરા રહેલા કામોની વિગતો વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને આ વિકાસના અધૂરા રહેલા કામોને જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી





