નડિયાદના ફતેપુરા રોડ પર બે બાઇક સામસામે અથડાતાં બેનાં મૃત્યુ.
નરેશ ગનવાણી બુરીચીફ નડિયાદ
૩૧/૧
નડિયાદના ફતેપુરા રોડ પર બે બાઇક સામસામે અથડાતાં બેનાં મૃત્યુ. નિડયાદ ચકલાસી ભાગોળ -ફતેપુરા રોડ ઉપર રાત્રે બે બાઇક સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. નડિયાદ કિશન સમોસાના ખાંચામાં આવેલ એ.બી એવન્યુ પાસે બોર કૂવા ઉપર રહેતા લાલાભાઇરમણભાઇ તળપદાનો પુત્ર સુરેશ (ઉ.૨૦) બુધવારે ચૈત્રી આઠમ નિમિતે માતાજીના માંડવા પ્રસંગે દર્શનાર્થે પોતાની બાઇક લઇને જવા નીકળ્યા હતા. રાત્રે ઘરેથીસુરેશ પોતાનું બાઇક લઇને ચકલાસી ભાગોળ ખાતે માતાજીના દર્શન કરવા જવછું તેમ કહીને નીકળ્યો હતો. સુરેશ ફતેપુરા રોડ ઉપર શુભમ સોસાયટી પાસે સામેથી આવતાં બાઇક સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઇકચાલકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક સુરેશ અને બીજા બાઇક ચાલક રાકેશ રમેશ તળપદાને ૧૦૮માં સારવાર અર્થે નડિયાદ સિવિલહોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે બંનેને તપાસતાં ની સાથે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક રાકેશની બાઇક પાછળ બેઠેલ તરૂણને પણ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખાનગીહોસ્પિટલમાં ખસેડાયા છે. આ સંદર્ભે મૃતક સુરેશના પિતા લાલાભાઈ તળપદાની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.